Friday, 24 January 2014

The Opera , Poznan 

વહાલા મિત્રો  ,

ઓરકુટ, ફેસબુક બાદ હવે બ્લોગની દુનિયામાં પ્રવેશી રહ્યો છું ત્યારે આપ સહુના આશીર્વાદનો અભિલાષી છું.

બ્લોગની આ દુનિયા મારે માટે એકદમ નવી છે, અત્યાર સુધી લેખકો અને પ્રખ્યાત લોકોના બ્લોગ વાંચતો આવ્યો  છું એટલે થોડી રાહતની લાગણી પણ છે. બ્લોગનું નામ રાખ્યું છે " TRAVEL" એટલેકે પ્રવાસ

પ્રવાસ કરવો કોને ન ગમે , શાળામાં અભ્યાસ કરતા ત્યારે પ્રવાસ લઇ જતા અને સહાધ્યાયીઓ સાથે પ્રવાસની મજા જ કઈ અલગ હતી. બાળપણના એ દિવસોની યાદ આવતા જ ગઝલકાર જગજીતસિંગની એ કાવ્ય પંક્તિ યાદ આવી જાય છે , યે દોલત ભી લે લો, યે  શોહરત ભી લે લો મગર મુજકો લોટા દો  વો બચપન  કા સાવન , વો કાગઝ કી કસ્તી વો બારીશ કા પાની  .............

આ બ્લોગમાં હું મારે પોલેન્ડના પ્રવાસ અને ત્યાં થયેલા અનુભવોની વાત કરીશ તો મારા વ્હાલા વાંચક મિત્રો વાંચતા રેહજો અને દુનિયા વિષે નવું જાણતા રેહજો



મારા બ્લોગને પસંદ કરનારા તમામ મિત્રો અને વાંચકોનો આભારી છું 



Dear Friends,


After orkut and Facebook I am going to enter in the world of Blog. I am willing to have your blesses and good wishes.

The world of Blog is very new for me but i have been reading blogs of authors and famous persons so i am little relax. I have named that Blog " TRAVEL"

Who don't want to go for Picnic or Travel. When we were student, We go to educational tour and that is  really amazing experience of life. While memorise the day of Childhood, there is one song in my mind sung by famous gazal singer Late Mr. Jagjit singh and he say - Please take away all my wealth and fame but give me back my days of childhood.

In this blog i am going to share my experience of  Trip to Poland. so keep reading ...

Thanks in advance .

Kalpesh Gurjar







“I read; I travel; I become” 

                                                                                                                               ― Derek Walcott

          

Kalpesh Gurjar



વર્ષ 2006માં  આઇસેક સંસ્થાના સંપર્કમાં આવ્યા બાદ ખાસ કરીને વિદેશોમાંથી આપણા દેશમાં સામાજીક અને સેવાભાવી સસ્થાઓમાં કે શાળાઓમાં સ્વયંસેવક તરીકે સેવા આપવા માટે આવતા વિદ્યાર્થીઓને મળવાનું થયું હતું  . 2006માં ભરૂચની નર્મદા ચેનલ દ્વારા આયોજિત  " તાલ સે તાલ "  સ્પર્ધામાં બ્રાઝીલ અને કોરિયાથી આવેલા છાત્રો મારા ઘરના મેહમાન બન્યા હતા  . વિદેશીઓ સાથેની મુલાકાતનો આ પ્રથમ પ્રંસંગ ઘણો યાદગાર રહ્યો હતો  . ગોરી ચામડીના વિદેશી  યુવક - યુવતીઓ સાથે ભરૂચના માર્ગ પરથી પસાર થવું અને લોકોનું ટગર- ટગર અમારા તરફ જોવું દિલમાં બે પ્રકારની લાગણી ઉત્પન કરતુ હતું  . થોડા શરમના ભાવ સાથે ત્રણ દિવસ સુધી એમની યજમાની કરી અને આ દરમિયાન ઘરનું બનાવેલું ભોજન અને ત્રણ દેશોની સંસ્કૃતિ વિષે માહિતીનું આદાન પ્રદાન કરવાની અમૂલ્ય તક સાપડી હતી  . જીવનના આ પ્રસંગથી દુનિયાને જાણવા અને માણવાની ભાવના દિલમાં જાગી હતી.

Student from Brasil and Korea in Bharuch 


Student from Brasil and Korea in Bharuch 


Student from Brasil and Korea in Bharuch 

Student from Brasil and Korea in Bharuch 



In 2006 I came to in touch with student Organisation Named  " AIESEC" .  After meeting with personal of AIESEC, I have got chance to meet foreign student, who come to India for vaulanteer work in various Non Government Organization or in schools. In the same here i also got opportunity to host the student from Brasil and Korea at my Home. They participated cultural programme " TAL se TAL " organised by Channel Narmada of Bharuch. It was my first experience of hosting foreign people but it was really good effort by me. To walk in the street with white skin  people in the street of Bharuch was quite exited because people staring at you and and it creat little shame in your mind.  Under the one roof India, Brasil and Korea, In that three days we shared ideas about culture and tradition. so it was the first incident who inspired me explore the world ...






બ્રાઝીલ અને કોરિયા બાદ ફરી એક તક મળી હતી નેધરલેંડ અને ચયાનાથી આવેલા વિદ્યાર્થીઓને મળવાની તેમની ભરૂચની મુલાકાત વેળા સમય હતો નવરાત્રીનો . જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડી રહી છે ત્યારે વિદેશથી પધારેલા મેહમાનોને ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત કરવાની તક જતી કેમ કરાય  . ભરૂચમાં રહેતા અને ડાન્સ ક્લાસ ચલાવતા એક પરિવારે તેમને ગરબા શીખવાડવાની જવાબદારી માનભેર સ્વીકારી લીધી .બસ પછી તો જોવાનું જ શું  . બે દિવસ સુધી ધાબા ઉપર જ ગરબા ક્લાસ શરુ થયો અને આ ક્લાસમાં એક અનોખો સંયોગ ઉભો થયો હતો . ગરબા શીખવાડનારા તમામ ભારતીયો અને શીખનારા તમામ વિદેશીઓ હતા. એક વાર ગરબાના સ્ટેપ શીખી લીધા બાદ બીજા દિવસે તેમણે  ગરબાના મેદાનમાં ધૂમ મચાવી દીધી હતી  .સાચું કહું મિત્રો, ગુજરાતી હોવા છતાં આજદિન સુધી મને ગરબા રમતા નથી આવડતું અને તેઓ માત્ર એક દિવસમાં ગરબાના સ્ટેપ શીખીને મેદાનમાં જંપલાવી પણ દીધુ .







I got another chance to meet youngster from china and netherland after Brasil and Korea. When the youngster arrived at the Bharuch, there was Festival of  " NAVRATRI".  Navratri is representing the Gujarati art and culture around the globe. It is Nine day long festival to pray Goddess named " DURGA" of "AMBA". I also got golden chance to see my Gujarati culture to the guests. One family agreed to teach Garba to to the people from China and Netherland.  They have accepted responsibility to teach them Garba with Honor and Pride. Due to this we were full of energy and enthusiasm. we started garba teaching classes on the terrace and it was different dance class because teacher were indian and the learner was foreigner. In one day of Hard work they came to know about famous Garba step know as " DODHIYU". On the next day they put their art of learning on the garba ground and it was amazing to see them dancing in traditional gujarati dresses. Be honest I am Gujarati and still dont know how to play garba but i am happy that my guest learnt it in one day. 






वसुधैव कुटुंबकम

vasudhaiv kutumbkam 

This is very famous Phrase of Sanskrit Language, In English you can read it as vasudhaiva kutumbkam. It means that the whole world is single family. Everyone has own world view, which is quite different from person to person. Vasudhaiva kutumbkam means respecting there difference.

By Aeroplane, Buses, Trains, Taxies and other transportation vehicles millions of people travels daily and everyone has their own task and purpose for travelling. We can see that lots of people moves to another countries for Business, Jobs and another tasks. I moved abroad with different task and it was almost new for me. I travelled to Poland for volunteer work.


During my attachment with AIESEC, the worldwide student organisation I have got opportunity to meet students from around the globe. In 2008 I met Agata, the girl from Poland and she work with children in her home country. We had little conversation  about polish culture and it was so interesting. Next year I decided to explore the world and choose internship in Poland with non government organisation.





            वसुधैव कुटुंबकम






No comments:

Post a Comment